Homeપ્રાથમિક શિક્ષકશૈક્ષિણક સમાચાર તા 22-11-2023 શૈક્ષિણક સમાચાર તા 22-11-2023 0 CRC DIHOR November 22, 2023 વધુ શૈક્ષનીક્ સમાચાર માટે ક્લિક કરોઘ-૪ ગાર્ડનમાં પ્રાથમિક શિક્ષકો, સેક્ટર-૨૧માં ભાવિ શિક્ષકોના દેખાવોગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલનઃ બે સ્થળે વિરોધ, ૮૦ની અટકાયત કરાઈપ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજનાના અમલની માગ માટે બાંયો ચડાવી1 ગાંધીનગર |ગાંધીનગરમાં મંગળવારે ભાવી શિક્ષકો અને પ્રાથમિક શિક્ષકોએ સમગ્ર દિવસ પોલીસને દોડતી રાખી હતી. આજે બે સ્થળે ઉપરોક્ત શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને સ્થળ પરથી ખદેડવા માટે ટીંગાટોળી કરવી પડી હતી. કુલ ૮૦ જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જુની પેન્શન યોજનાની અમલવારી માટે એકઠા થયેલા પ્રાથમિક શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરમાં જ્ઞાન સહાયકની ભરતીઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉમેદવારો આજે વધુ એક વખત સેક્ટર-૨૧ સ્થિત સમિક્ષા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. તેઓએ રાબેતા મુજબ, જ્ઞાન સબહાયકની ભરતી રદ્દ કરવાની માંગ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા.સાથે ધરણા પર બેસી ગયા હતા. પોલીસે તેઓને સ્થળ પરથી ખદેડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ધરણા પર બેઠેલા ઉમેદવારો દુર નહી ખસતા તેઓને ટીંગાટોળી કરીને વાહનોમાં મુકી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. અહીથી પોલીસે ૩૦ થી ૪૦ જેટલા જ્ઞાન ધમલેડી અરબાત બી હતી જેમાંયુવતીઓનો પણ સમાવેશ થતો હતો. કેટલીક યુવતીઓ તો રીતસરની રડી પડી હતી. જ્યારે ઘ-૪ ના ગાર્ડનમાંથી પણ પોલીસે પ્રાથમિક શાળાના શિક્ષકોની અટકાયત કરી હતી. તેઓ પણ જુની પેન્શન સ્કિમની અમલવારી મામલે ચર્ચા કરવાના ઓઠા હેઠળ એકઠા થયા હતા. ઉલ્લેખનીય છેકે, આ વિસ્તાર પણ પ્રતિબંધિત હોવાના કારણે અહિ વિરોધ પ્રદર્શન કે સુત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ છે. પોલીસે તેઓને પણ સ્થળ ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપ્યુ હતું. પરંતુ તેઓ નહી હટતા પોલીસને તેઓની પણ Tags ગાંધીનગર પ્રાથમિક શિક્ષક Newer Older
તમારા સૂચનો અહી મોકલશો