Homeરાજ્ય પરીક્ષા બોર્ડખેલ સહાયક ભરતી 2023 ખેલ સહાયક ભરતી 2023 0 CRC DIHOR November 21, 2023 રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર “ખેલ અભિરૂચિ કસોટી (SAT) - ૨૦૨૩"GYAN LIVE પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાવિદ્યાર્થીઓને રમત ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવા ઉચ્ચક માનદવેતનથી કરાર આધારિત ખેલ સહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ અભિરૂચિ કસોટી (SAT) માટે ક્રમાંક:રાપબો/SAT/૨૦૨૩/૯૯૭૬-૧૦૦૮૬, તા:૧૩/૦૭/૨૦૨૩ નાં રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. તેમજ આ પરીક્ષાનું સુધારા જાહેરનામું ક્રમાંક:રાપબો/SAT/૨૦૨૩/૧૬૫૬૫-૧૬૬૭૪. તા:૦૨/૧૧/૨૦૨૩ નાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જે ઉમેદવારો દ્વારા આ જાહેરનામાંઓ અંતર્ગત આવેદનપત્ર ભરવામાં આવેલ છે તે ઉમેદવારો માટે ખેલ અભિરૂચિ કસોટી (SAT) - ૨૦૨૩ તા:૨૯/૧૧/૨૦૨૩ (બુધવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી ૧૩.૩૦ કલાક દરમિયાન યોજાનાર છે.આ કસોટી માટેની હોલ ટીકીટ તા:૨૧/૧૧/૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા:૨૯/૧૧/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in અથવા www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.ता. २१/११/२०२३માહિતી/૧૮૧૯/૨૩-૨૪અધ્યક્ષ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર Tags SAT ખેલ સહાયક રાજ્ય પરીક્ષા બોર્ડ Newer Older
તમારા સૂચનો અહી મોકલશો