ખરીદી માટે

શૈક્ષિણક સમાચાર તા 21-11-2023





મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનામાં તમામ ગ્રાન્ટેડ સ્કુલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા જે સ્કુલોએ ૮૦ ટકાથી વધુ પરિણામ મેળવેલ હોય અને એમ્પેનલ થયેલ હોય તેવી સ્કુલોનો જ સમાવેશ પરંતુ હવે રાજ્યની કરવામાં આવ્યો હતો. પરંતુ ગ્રાન્ટેડ સ્કુલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ગયા મહિને સ્કોલરશીપ માટે અમદાવાદના ૧૦૮૮ વિધાર્થી પસંદ થયા હતા અને ૩૦૦ શાળાઓ એમ્પેનલ થઈ હતી. ત્યારે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ઘોરણ ૯ થી ૧૨ વિધાર્થીઓનો સમાવેશ કરાયો છે અને જ્ઞાન સેતુ યોજનામાં ઘોરણ ૬ થી ૧૨ વિધાર્થઓનો સમાવેશ કરાયો છે. મહત્વનું છે કે બંને યોજનામાં શિક્ષણ વિભાગ અગાઉ જે ઠરાવ કરવામાં આવ્યો હતો તેને લઈને


રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઘોરણ ૯ થી ૧૨ના વિધાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મૂકી હતી. તેમજ આ યોજનામાં ખાનગી સ્કુલમાં પ્રવેશ લેનાર વિધાર્થીને ઘોરણ ૯ અને ૧૦માં વાર્ષિક રૂ. ૨૨ હજાર અને ઘોરણ ૧૧-૧૨માં વાર્ષિક રૂ. ૨૫ હજાર શિષ્યવૃતિ મળશે. સરકારી ગ્રાન્ટેડ પ્રવેશ લેનારને રૂ. પ હજાર અને રૂ. ૭ હજાર શિષ્યવૃતિ મળશે. ત્યારે જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનામાં ઘોરણ ૬ થી ૧૨ વિધાર્થીઓને ઘોરણ પનો અભ્યાસ પૂર્ણ કરી કોમન એન્ટ્રસ ટેસ્ટમાં જ્ઞાન સેતુ સ્કોલરશીપ મળેલ હોય તેવા વિધાર્થી ઘોરણ ૬ થી ૮ સુધીનો અભ્યાસ કરી શકશે. ત્યારે મહત્વનું છે કે જૂના ઠરાવમાં અનેક વિવાદો થતા શિક્ષણ વિભાગે નવો સુધારા સાથેનો ઠરાવ બહાર પાડ્યો છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.