ખરીદી માટે

શૈક્ષિણક સમાચાર તા 19-11-2023




ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ- ૨૦૨૩માં યોજાયેલી ધોરણ.૧૦ની બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં હાજર ન રહેનારા ૩,૮૦૦ જેટલા શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ શિક્ષકોના મૂલ્યાંકન કામગીરીમાં ઉપસ્થિત રહેવા માટે બોર્ડ દ્વારા ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યાં હોવા છતાં તેઓએ બોર્ડની સુચનાનું ઉલ્લંઘન કરી હાજર રહ્યાં નહોતાં. બોર્ડે દ્વારા આ શિક્ષકો અને જે-તે સ્કૂલના



હતા. બોર્ડ દ્વારા જ્યારે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પ્રસિદ્ધ કરી એ દરમિયાન જ તમામ શિક્ષકોના મૂલ્યાંકન માટે ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યાં હતા. તેમ છતાં ધોરણ.૧૦માં ૩,૮૦૦ જેટલા શિક્ષકોએ ગુલ્લી મારી હતી. જેથી આ શિક્ષકોને બોર્ડ દ્વારા નોટિસ પાઠવી તેનો રૂબરૂમાં ખુલાસાનો આદેશ અપાયો છે. નોટિસના જવાબમાં હવે શિક્ષકો-સંચાલકો દ્વારા બોર્ડમાં મોટી ઓળખાણો અને મંત્રીઓ સુધીની પણ ભલામણો કરાવતાં હોવાનું જાણવા મળ્યું છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.