ખરીદી માટે

શૈક્ષણિક સમાચાર તા 24-11-2023



કોમન ઍન્ટ્રન્સ ટૅસ્ટ અંતર્ગત મેરીટમાં પસંદગી પામેલા

છાત્રોને જે તે શાળાઓમાં પ્રવેશ સુનિશ્ચિત કરાવવા માટે આદેશ

વિદ્યાર્થીઓએ બેંકની અને શાળાની વિગત અપડેટ કરવાની રહેશે

કોમન ઍન્ટ્રન્સ ટૅસ્ટ અંતર્ગત મેરીટમાં પસંદ પામેલા છાત્રોને જે તે શાળાઓમાં પ્રવેશ સુનિશ્ચિત કરાવવા માટે આદેશ કરાયો છે.

આ અંગે શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમન ઍન્ટ્રન્સ ટૅસ્ટ-૨૦૨૩ અંતર્ગત મેરીટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓનુ ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલી યોજનાની અગ્રીમતાના આધારે તેને શાળા, સ્કોલરશીપ યોજના જ્ઞળવવામાં આવી

છે. જે વિદ્યાર્થીઓએ કોમન ઍન્ટ્રન્સ ટૅસ્ટ -૨૦૨૩ બેઈઝ યોજના પૈકી જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ, રક્ષા શક્તિ સ્કૂલસ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપયોજનામાં પસંદ પામેલ છે તેમને જે તે સ્કુલના આચાર્યો gssyguj. in વેબસાઈટમાં લોગીન થઈ શાળા પ્રવેશ અંગેનું શાળા પ્રવેશપત્ર ડાઉનલોડ કરી દરેક બાળકોનો ટેલીફોનીક કે રૂબરૂ સંપર્ક કરી જે તે વિદ્યાર્થીઓ જે તે

શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરે તે જોવાનું રહેશે. રક્ષા શક્તિ સ્કૂલસમા વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન પાસે । મેડીકલ ફીટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ સંબંધિત શાળામાં પ્રવેશ મેળવવાનો રહશે. તેમજ જે વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પસંદ કરેલ છે તેવા વિદ્યાર્થીઓએ પોતાની બેંકની વિગત અને શાળાની વિગત અપડેટ કરવાની રહશે.તેમ * શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.

- - - -

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.