ખરીદી માટે

શૈક્ષિણક સમાચાર તા 14-2-2023

 






શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત અધિવેશનના ખર્ચ માટે શિક્ષકોના પગારમાંથી સ્વૈચ્છિક રૂ.૧૦૦૦નો કપાત કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગના આ પરિપત્રને લઈને બબાલ થઈ ગઈ છે. શિક્ષકોના સંગઠન દ્વારા થતા અધિવેશન માટે આજ દિન સુધી શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારે કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી.
ભારતીય શૈક્ષિક મહાસંઘનું અધિવેશન ગણપત યુનિવર્સિટી ખેરવા મુકામે ત્રણ દિવસનું અધિવેશન યોજાયું હતું ,જેમાં શિક્ષકો અને સમાજના લોકોની સહભાગીદારીથી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, રાષ્ટ્ર પર જ્યારે આપદા આવે કે કોરોના જેવી મહામારી હોય છે 

એક શિક્ષક અગ્રેસર રહીને પોતાનું યોગદાન આપે છે પરંતુ એક સંગઠનના અધિવેશન માટે આ પ્રકારનો પરિપત્ર કરવાનુ યોગ્ય નથી.આ પ્રકારના શિક્ષણ વિભાગના પરિપત્રથી રાજ્યના શિક્ષકોમા આક્રોશ ફેલાયેલો છે, જેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષણ વિભાગ દ્વારા થયેલા પરિપત્રને તાત્કાલિક પાછો ખેંચવાની માંગણી કરાઈ છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.